શું ખમણ/ ઢોકળા ખાવા "હેલ્થી" છે?

જો તમારી ફેવરેટ ડિશ ઢોકળા હોય તો તેની વિષે આ વાત તો તમારે જાણવી જ રહી...

ફાયદો નંબર 1

ઢોકળાનું જે ખીરું હોય છે તેને પહેલા આથો આપવામાં આવે છે જે આ ખોરાકની પોષણ મૂલ્યને વધારે છે.

ફાયદો 2

ઢોકળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે. તો જે લોકોને બલ્ડ સુગરની સમસ્યા હોય છે તેમના માટે ઢોકળાથી લાભ રહે છે.

ફાયદો 3

દાળમાંથી બનેલા ઢોકળામાં પ્રોટિન અને ફાઇબર સારી માત્રામાં હોય છે. જેના કારણે આપણને ભૂખ પણ ઓછી લાગે છે.

લો કેલરી

ઢોકળા એક લો કેલરી ખોરાક છે 50 ગ્રામ ઢોકળા ખાવાથી અંદાજે 80 કેલરી મળે છે.

બાફેલો ખોરાક

વળી તે બાફીને બનાવવામાં આવે છે જેના કારણે તેના પોષણ મૂલ્યા બન્યા રહે છે.

કાર્બોહાઇડ્રેડ

વળી તેમાં કાર્બોહાઇડ્રેડ પણ સારી માત્રામાં હોય છે. જે તમને એનર્જી આપે છે. અને તે કોઇ પણ સમયે તેર ભરેલા આલુ સમાસો કરતા સારા જ છે.

નુક્શાન

જો કે સ્ટ્રીમ ઢોકળાા અને ઓછા સોડા વાળા ઢોકળા વધુ હેલ્થી છે. તો જો તમે પણ ઢોકળા અને ખમણ ખાવાના શોખીન હોવ તો આ વાતનું ધ્યાન રાખી મન ભરીને તમારી આ પ્રિય વાનગી ખાઇ શકો છો.