સ્કિન ડ્રાય છે? તો Almond Face Pack થી ચહેરા પર લાવો ઇન્સ્ટન્ટ ગ્લો..ફેસ મસ્ત થઇ જશે

બદામ આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ ડોક્ટર પણ આપતા હોય છે.

સ્કિન કેરમાં બદામ અનેક રીતે ગુણકારી છે.

બદામનો ઉપયોગ અનેક પ્રકારની સ્કિન પ્રોડક્ટ્સમાં થાય છે. બદામ હેલ્ધી સ્કિન માટે ઉપયોગી છે.

આમ તમારી સ્કિન ડ્રાય છે તો બદામનો આ ફેસ પેક તમારા માટે બેસ્ટ છે.

બદામનો આ ફેસ પેક તમે આ રીતે ફેસ પર એપ્લાય કરશો તો સ્કિન મસ્ત થઇ જશે. તો જાણો આ ફેસ પેક કેવી રીતે ઘરે બનાવશો

આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ બે બદામ લો. હવે બદામનો પાવડર બનાવી લો.

બદામના પાવડરમાં એક ચમચી એલોવેરા જેલ, ચપટી હળદર અને એક વિટામીન ઇ ઓઇલ કેપ્સુલ લો.

હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.

તો તૈયાર છે બદામનો ફેસ પેક.

બદામનો આ ફેસ પેક તમારે ન્હાયા પહેલા લગાવવાનો રહેશે.

આ માટે સૌથી પહેલાં ચહેરાને પાણીથી ધોઇ લો. ત્યારબાદ કોટનના કપડાથી મોં લૂંછી લો. હવે આ બદામનો ફેસ પેક લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો.

ત્યારબાદ પાણીથી મોં ધોઇ લો. હવે ચહેરાને પાણીથી ધોઇ લો

આ ફેસ પેક તમે અઠવાડિયામાં 3 થી 4 દિવસ સુધી લગાવી શકો છો. આ ફેસ પેક કોઇ પણ સ્કિન ટોન માટે બેસ્ટ છે.

પિગમેન્ટેશન સ્કિન માટે બદામ એક સંજીવની બુટ્ટી સમાન છે.

આ ફેસ પેક તમે રેગ્યુલર એપ્લાય કરો છો તો ડાઘા ધબ્બાથી લઇને ટેનિંગ જેવી સમસ્યા દૂર થઇ જાય છે.