શિયાળાની સીઝનમાં આ સમસ્યા છે? તો છુટકારો મેળવવા સરળ ઘરગથ્થું ઉપાય કરો

શિયાળા ની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં લાઈફ સ્ટાઇલમાં ફેરફાર થવાથી પેટના ફૂલવાની સમસ્યા છે.

તે ઓછું પાણી પીવાને કારણે

અથવા ચા અને કોફી જેવા ગરમ કેફીનયુક્ત પીણાં પીવાને કારણે હોઈ શકે છે .

આ ઉપરાંત બ્લોટિંગ અને

કબજિયાત જેવી સમસ્યા આખો દિવસ ઊંઘવાને કારણે હોઈ શકે છે,

પેટનું ફૂલવું વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે

હેલ્થ એક્સપર્ટે શિયાળામાં પેટનું ફૂલવુંની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક ટીપ્સ શેર કરી છે,

ફાઇબરયુક્ત ખોરાક લેવો.

શિયાળાની ઋતુમાં આવતા ફળો અને શાકભાજીનું સેવન કરો, આ ઋતુમાં પાલક, મેથી, ફળોમાં જામફળ સીતાફળ વગેરેનું સેવન કરો.

પૂરતું પાણી પીઓ, કારણ કે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે

તે તમારી મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓ હલ કરી શકે છે.

શિયાળાની ઋતુમાં તમારી બોડીને ફિટ રાખવાની ખાતરી કરો

તેથી શારીરિક રીતે સક્રિય રહો છો, તમે યોગ, વર્ક આઉટ, જીમ જવું, ઝુમ્બા કોઈ પણ રીતે એકટીવ રહો.

શિયાળાની ઋતુમાં ઠંડા વાતાવરણના કારણે ઘણા લોકોને ઊંઘ વધારે આવે છે

પરંતુ ખાતરી કરો કે તમે જરૂરી પૂરતી ઊંઘ લો.