આ શહેરમાં અંધારુ થયા પછી જવાની મનાઈ છે, રામાયણ સાથે છે કનેક્શન!

ભારતમાં એક એવું શહેર છે જ્યાંથી તમને પાડોશી દેશ શ્રીલંકા દેખાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ એકમાત્ર લેન્ડ બોર્ડર છે.

અહીં તમિલનાડુમાં આવેલા ધનુષકોડિની વાત કરવામાં આવી રહી છે.

ટ્રાવેલર્સમાં ધનુષકોડિ જવાનો ક્રેઝ હવે વધી રહ્યો છે.

ધનુષકોડિ તમિલનાડુના રામેશ્વરમ જિલ્લામાં સ્થિત છે

અને અહીં અંધારામાં જવાની મનાઈ છે. સાંજે લગભગ પાંચ વાગ્યા પછી અહીં કોઈ નથી જતું.

લોકો દિવસે અહીં જાય છે અને સાંજ પહેલા રામેશ્વરમ પાછા ફરી જાય છે.

કારણકે આ જગ્યા થોડી ડરામણી અને રહસ્યોથી ભરપૂર છે. અને ધનુષકોડી ફરવા માટે 3-4 કલાક પૂરતાં છે.

આ શહેર એક સમયે હર્યુંભર્યું હતું.

ધનુષકોડી પણ એક પ્રખ્યાત ટૂરિસ્ટ પ્લેસમાં શામેલ હતું અને અહીં અનેક તીર્થસ્થાનો હતા.

પરંતુ 1964માં આવેલા ચક્રવાતમાં આ શહેરમાં વિનાશ સર્જાઈ ગયો.

આ વાવાઝોડામાં લગભગ 1800 લોકોનાં મોત થયા હતા અને શહેરના લગભગ તમામ ઘરો ધરાશયી થઈ ગયા હતા.

અત્યારે અહીં થોડાક જ માછીમારો રહે છે.

‘ઘોસ્ટ ટાઉન’ તરીકે ઓળખાતા આ શહેરમાં વાવાઝોડાના લગભગ 53 વર્ષ પછી ધીરે ધીરે લોકોની અવર જવર શરુ થઈ છે.

અહીં નષ્ટ થઈ ગયેલા મંદિર, રેલવે સ્ટેશન, ચર્ચ અને મકાનોના કાટમાળ જોવા મળશે.

અહીં બીચ પર તમે આરામથી બેસી શકો છો અને શાંતિનો અનુભવ કરી શકશો. અહીં તમને નાસ્તા અને ચા-પાણીની એકાદ નાની દુકાન મળી જશે.