મહેંદી રંગ લાગ્યો...આ નેચરલ વસ્તુથી મહેંદીનો રંગ આવે છે ડાર્ક,

ઘણાં લોકોને મહેંદીનો રંગ ના આવે એટલે એમનો મુડ ઓફ થઇ જતો હોય છે.

મહેંદીનો રંગ ડાર્ક કરવા માટે નિલગિરીનું તેલ સૌથી બેસ્ટ છે.

હાથ ધોયા પછી તમે અથવા તો મહેંદી કાઢ્યા પછી તમે તમારા હાથ અને પગ પર નિલગિરીનું તેલ લગાવો.

મહેંદીને તમારા હાથ પર નેચરલ રીતે સુકાવા દો

હાથમાં મહેંદીને સુકાવવા માટે તમે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં

મહેંદીને કલર ડાર્ક લાવવા ફંક્શનના 1 થી 2 દિવસ પહેલાં મહેંદી મુકો.

આમ કરવાથી કલર ધીમે-ધીમે સારો આવે છે

અને તમારા હાથ સારા લાગે છે

મહેંદીનો રંગ સામાન્ય રીતે બે થી ત્રણ દિવસની અંદર જ સારો આવે છે.

મહેંદી મુક્યા પછી એને બરાબર સુકાવા દો.

સુકાઇ જાય પછી એને કાઢી લો.

આ સમયે તમારે પાણી અડાડવાનું નથી.

મહેંદી કાઢ્યા પછી તમે વિક્સ કે અથાણાંનું તેલ લગાવી દો.

મહેંદી કાઢ્યા પછી તમે કલર ડાર્ક લાવવા માટે લવિંગનો શેક કરો.

લવિંગના શેકથી કલર મસ્ત આવે છે.