'ડિસેમ્બરમાં નહીં પડી હોય તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે,'

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે.

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જેવો માહોલ છવાયેલો છે.

અને રાતે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે તાપ અનુભવાઇ છે.

અત્યાર સુધીની શિયાળાની મોસમમાં તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો નથી.

તો ફેબ્રુઆરીમાં ગુજરાતના મોસમનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલલા પટેલે આગાહી કરી છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવી રહ્યુ છે.

જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમ વર્ષા નથી થઇ તો હિમ વર્ષા પણ થશે.

આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે,

31 જાન્યુઆરી સુધી વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે.

જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે.

માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે

આ વખતે મઘ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે

એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે. આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે.

માવઠા અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે,

ફેબ્રુઆરી માર્ચમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે, ઉષ્ણતામાનમાં વધારો થશે.