વડું એક તાજું ફરસાણ છે. તેને વડૈ કે વડે તરીકે પણ ઓળખવામાં આવે છે

વડાંનો આકાર અને કદ બદલાતાં રહે છે. તેઓ વચ્ચે કાણાંવાળા, ચપટા તક્તિ જેવાં, દડા જેવા ૫ થી ૮ સેમી વ્યાસના હોઈ શકે છે.

આને અડદની દાળ, ચણાની દાળ, ચણાનો લોટ કે બટેટામાંથી બનાવાય છે.

વડાં પ્રાચીન દક્ષીણ ભરતીય વાનગી છે દક્ષીણ ભારતના વડાં સામાન્ય રીતે સવારનો નાસ્તો હોય છે, પરંતુ ગલીઓઓમાં, રેલ્વે સ્ટેશનો પર તે નાસ્તા તરીકે મળે છે.

દાળમાંથી બનતા વડાં બનાવવા દાળને પલાળીને તેનું ખીરું બનાવવામાં આવે છે.

તેમાં મસાલા ઉમેરવામાં આવે છે જેમ કે વઘારેલી રાઈ, લીમડો વગેરે.

જ્યારે બટેટા કે અન્ય શાકભાજીના વડાં બનાવવા તેમને બાફીને માવો તૈયાર કરાય છે.

તેમાં મસાલા ભેળવીને ખીરું કે અન્ય આવરણ લગાડી તળી લેવામાં આવે છે

તેમાં આદુ, મરી, મરચું, ઉમેરવામાં આવે છે.

તેમને હલક બનાવવા માટે તેમાં ખાવાનો સોડા ઉમેરવામાં આવે છે. એક એક વડાંને ત્યાર બાદ તળી લેવામાં આવે છે.

તેને તેલમાં તળાતાં હોવા છતાં આદર્શ વડાં તળાઈ ગયાં બાદ ખૂબ તૈલી ન હોવા જોઈએ

વડાંની અંદર તૈયાર થતી બાષ્પ તેલને બહાર કાઢી દેવા સક્ષમ હોવી જોઈએ.

આજકાલ વડાં મુખ્ય ખોરાક તરીકે એકલા પણ ખાવામાં આવે છે,

પરંતુ દક્ષીણ ભારતીય લોકો એને અમુક અન્ય ખોરાક સાથે જ (ગુજરાતી ફરસાણની જેમ) જ લે છે.

દક્ષીણ ભરતમાં મુખ્ય ભોજન તરીકે વડાં બનાવાતા કે ખવાતા નથી

આને તળીને તાજા ખવાય છે કેમકે ત્યારે તે કરકરા હોય છે. આને ચટણી, સાંબાર કે દહીં સાથે ખવાય છે.