ટાઈટેનિક જહાજને ડુબે 103 વર્ષ થયા જાણો તેનો રસપ્રદ ઈતિહાસ

1909થી વિશ્વનું સૌથી ભવ્ય જહાજ બનાવવાની શરૂઆત થઇ અને તે 1912ની પહેલી એપ્રિલે તેનું કામ સંપૂર્ણ થયું જે સ્ટીમરનું નામ અપાયું ટાઇટેનિક!

જહાજનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે એ ડૂબી શકે એમ ન હતી.

જહાજ જુદાં જુદાં 16 ખાનાંમાં વહેંચાયું હતું. આ પહેલા દુનિયાનું બીજું એક પણ જહાજ વિવિધ ખાનાંમાં વહેંચાયેલું ન હતું.

1912ના એ જમાનામાં 'અનસિન્કેબલ' હોય તો એકમાત્ર 'ટાઇટેનિક'!

આ ભવ્ય જહાજની બનાવટ માટે બ્રિટને 75 લાખ ડોલરનો ખર્ચ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે રાત્રે 11:40 કલાકે જહાજ તુટયું હતું

અને અંદાજે 2 કલાકને 20 મિનિટે તે સમુદ્રમાં સમાઇ ગયું હતું.

આ દુર્ઘટનામાં મુસાફરો અને ક્રૂ સહિત 1503 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા

જ્યારે 705 લોકો બચી શકયા હતા. માનવામાં આવે છે કે મોટા ભાગના લોકો ઠંડા પાણીને કારણે મોતને ભેટયા હતા