જગન્નાથ મંદિરને પુરાણોમાં પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે.

તે ભગવાન વિષ્ણુના ચાર ધામમાંથી એક છે. તે શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, શક ક્ષેત્ર, નીલાંચલ, નીલગીરી અને શ્રી જગન્નાથ પુરી તરીકે પણ ઓળખાય છે

ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે.

જગન્નાથજીના મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીં મંદિરની શિખા પરનો ધ્વજ પવનની વિરૂદ્ધ દિશામાં જ ફરકે છે.

જગન્નાથના મંદિરના શિખર પર સુદર્શન ચક્ર છે

આપ ગમે તે દિશામાં ઉભા રહો આ સુદર્શન ચક્રનું મોં આપના તરફ દેખાશે.

જગન્નાથ મંદિર સાથે જોડાયેલું અન્ય એક રહસ્ય એવું છે કે આ મંદિપનો પડછાયો અદશ્ય રહે છે.

જેને આજદિન સુધી કોઇ નથી જોઇ શક્યું, આવું કેમ છે તે રહસ્ય અંકબંધ છે.

800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે.

જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું.