જાડેજાઓએ બનાવેલું ‘જામનગર’

જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું

જામનગરનું સૌથી પ્રખ્યાત ફૂડ એટલે ઘુઘરા.

આજે આ ઘુઘરા આખા ગુજરાતમાં મળે છે, પણ જામનગરમાં તેનો અદ્દલ સ્વાદ ખાવા મળે છે.

તો બીજી તરફ, હવે જામનગરમાં લખોટા તળાવની આસપાસ કોનમાં મળતી પાવભાજી પણ ફેમસ થવા લાગી છે.

કોર્ન પાવભાજી જામનગરનું બીજું આઈકોનિક ફૂડ બની ગયું છે.

જામનગરથી ૩૦ કિલોમીટર દૂર દરિયાઈ જીવસૃષ્ટિ જોવા લાયક છે.

આ સ્થળ મરીન નેશનલ પાર્ક તરીકે ડેવલપ કરાયું છે. જુદી જુદી જાતના ૫ક્ષીઓને જોવાનું સ્થાન પણ અહી વિકસાવાયું છે

મરિન નેશનલ પાર્ક અને પેટ્રોલિયમ ઉદ્યોગો પણ અહીં મોટાપાયે વિકસ્યા છે.

તો બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગોમાં જામનગરે કાઠું કાઢયું છે. આ ઉપરાંત ખાંડ તેમજ ઊનની નિકાસ માટે પણ જામનગર પ્રખ્યાત છે.