ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય નુ એક ઐતિહાસિક શહેર ઝાંસી

ઝાંસી ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક પ્રમુખ શહેર છે જે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલું છે.

ઝાંસી શહેર પત્થરથી બનેલા કિલ્લાની ચારે તરફ ફેલાયલું છે.

આ કિલ્લો શહેરની મધ્યમાં આવેલ એક પહાડ પર આવેલો છે.

ઝાંસી શહેર બુન્દેલખંડ ક્ષેત્ર માં અધ્યયનનું એક મોખરાનું કેન્દ્ર છે.

વિદ્યાલય અને અધ્યયન કેન્દ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે.

સને ૧૬૧૩ના વર્ષમાં ઝાંસીના કિલ્લાનું નિર્માણ રાજા બીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કિલ્લો શહેરની વચ્ચોવચ એક પહાડ પર આવેલો છે.

ઝાંસીના કિલ્લાથી થોડા અંતરે આવેલો રાની મહેલ, રાણી લક્ષ્મીબાઈનો મહેલ હતો

આ મહેલનું નિર્માણ ૧૭મી સદીમાં રઘુનાથ રાવ દ્વિતિયએ કરાવ્યું હતું. હાલમાં આ મહેલને એક સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યો છે.

ઝાંસીમાં આયુર્વેદિક અધ્યન સન્સ્થાન પણ છે

જે પ્રાચીન ભારતીય ચિકિત્સા વિજ્ઞાન આયુર્વેદનું શિક્ષણ આપે છે.

ઝાંસીના કિલ્લાનું નિર્માણ ઓર્છાના રાજા વીરસિહ દેવ દ્વારા કરવામાં આવ્યુ હતું.

લોકકથા એવી છે કે રાજા વીરસિંહે દૂરથી પહાડી પર છાયા જોઇ જેને બુંદેલી ભાષામાં "ઝાઈ સી" બોલાતું, જે શબ્દના અપભ્રંશથી શહરનું નામ ઝાંસી પડયુ.