બસ હવે થોડા જ દિવસો બચ્યા છે દિવાળીના તહેવારને ,

તમને કેટલીક એવિ ટ્રિક્સ કહીશું જે તમને સાફ સફાઈમાં ઉપયોગી બની રહશે…

સ્લાઈડિંગ ડોર :

ઓછા સમય માં તેને સાફ કરવા માટે તમે હાથમાં મોજા પહેરીને તેને સાફ કરી શકો. આથી તે સારી રીતે સાફ થાય છે અને સમય પણ બચી જશે.

બેકિંગ પ્લેટ :

બકિંગ પ્લેટ્સ સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફૉયલનો ઉપયોગ કરો. આથી તે સારી રીતે સાફ થશે.

પીતળના વાસણો :

પીતળના વાસણોની સફાઈ કરવા માટે સાબુનો ઉપયોગ કરો તે સિવાય તમે કેચઅપનો પણ ઉપયોગ કૃ શકો છો. કેચઅપથી સાફ પીતળના વાસણ ઝડપથી સાફ થાય છે.

બારીની સફાઈ :

બેકિંગ સોદા અને વિનેગારને મિક્સ કરીને તેને ૧૫ મિનિટ સુધી રાખીને બારીની સફાઈ કરવાથી તે જલ્દીથી સાફ થઈ જશે.

ટોઈલેટની સફાઈ :

ટોયલેટ પેપર લઈ તેના પર વિનેગર લગાવી ને તેને થોડો સમય માટે સીટ પર મૂકી. ત્યારબાદ તેને પાણીથી સાફ કરો. તેનાથી તમારું ટોયલેટ નવું દેખાશે.

સ્ટીલના વાસણો :

સ્ટેનલેસ સ્ટીલના વાસણો સાફ કરવા માટે તેના પર તમે શેવિંગ ક્રીમ લગાવી તેને સાફ કરી શકો છો જેના થી વાસણો પર કઈક અલગ જ ચમક દેખાશે.

સોફ્ટ ફર્નિચરની સફાઈ :

સોફ્ટ ફર્નિચરની સફાઈ માટે હાથમાં રબરના મોજા પહેરી તેને સાફ કરવાથી જલ્દી થી સાફ થશે.