કંડારિયા મહાદેવ મંદિર મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે.

તે ખજુરાહો ગામમાં આવેલું છે, અને મંદિર સંકુલ ૬ ચોરસ કિલોમીટર (૨.૩ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલું છે.

તે વિષ્ણુ મંદિરની પશ્ચિમે ગામના પશ્ચિમ ભાગમાં છે.

કંડારિયા મહાદેવ મંદિર કે જેનો અર્થ થાય છે “ગુફાના મહાન ભગવાન”.

ભારતના મધ્ય પ્રદેશમાં ખજુરાહો ખાતે જોવા મળતા

મધ્યયુગીન મંદિર સમૂહમાં સૌથી મોટું અને સૌથી વધુ સુશોભિત હિન્દુ મંદિર છે

તે ખજુરાહો મંદિર સમૂહનું સૌથી ઊંચું મંદિર છે.

જે તમે જાતે જોઈ શકો છો અને અહીં ફોટાઓમાં પણ એ ઊંચાઈ અને એ ભવ્યતા અને એ ખુબસુરત કલાકોતરણી પણ સ્પષ્ટ જોઈ શકો છો

ગર્ભગૃહમાં દેવતા મંદિરમાં શિવ મુખ્ય દેવતા છે.

કંડારિયા મહાદેવ મંદિરનું નિર્માણ વિદ્યાધરના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું

ખજુરાહો એક સમયે ચંદેલા વંશની રાજધાની હતી

કંડારિયા મહાદેવ મંદિર ભારતમાં મધ્યયુગીન કાળથી સચવાયેલા મંદિરોના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક છે

આ વંશના શાસનના વિવિધ સમયગાળામાં હિંદુ ધર્મના વિષ્ણુ, શિવ

સૂર્ય, શક્તિ અને તીર્થંકરો માટે પણ ઘણા પ્રખ્યાત મંદિરો સમર્પિત છે

કંડારિયા મહાદેવ મંદિર ૩૧ મીટર (૧૦૨ ફૂટ) ઊંચાઈ ધરાવે છે

અને તે પશ્ચિમ સંકુલમાં આવેલું છે જે મંદિરોના ખજુરાહો સંકુલના ત્રણ જૂથોમાં સૌથી મોટું છે.