સનાતન ધર્મમાં કપૂરને ખુબ જ શુભ માનવામાં આવે છે.

જે કારણે કપૂરનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે.

કપૂરનો ઉપયોગ ઘણી બિમારીના ઇલાજ અને ઘણી બિમારીઓથી બચવા માટે પણ કરવામાં આવે છે.

આ સાથે ઘરમાં રહેલા જીવ-જંતુઓથી બચવા માટે પણ કપૂર ફાયદાકારક માનવામાં આવે છે.

ઘરને સુગંધિત બનાવવા માટે તમે કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો.

જ્યારે તમે કપડાંને ફોલ્ડ કરો અને ઋતુ પરિવર્તન બાદ તેને કબાટમાં રાખો, તો તેની વચ્ચે કપૂરની ગોળીઓ મૂકો. આમ કરવાથીકપડામાં જંતુઓ પ્રવેશતા નથી અને તે તાજા રહે છે

જો તમે ખોડો કે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો

નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને વાળમાં માલિશ કરો. તેનાથી ડેન્ડ્રફનીસમસ્યા દૂર થશે અને સાથે જ વાળના મૂળ પણ મજબૂત બનશે.

કપૂરનો ઉપયોગ ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર રાખવા માટે કરવામાં આવે છે.

સવારે અને સાંજે કપૂરનો ધૂપ કરવાથી ઘરમાં સુગંધ ફેલાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.