કાશી વિશ્વનાથ મંદિર

કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે

તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે.

આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે

અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે,

જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.

કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે

માનવામાં આવે છે કે, એક વખત આ મંદિરના દર્શન કરવા અને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ પર બિરાજમાન છે.

કાશી વિશ્વનાથ ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાં સ્થાન પામે છે