કેદારનાથ: દર્શનથી મોક્ષ સુધીની અદ્ભુત યાત્રા

લાખો ભક્તોની આસ્થા સાથે સંકળાયેલ ભોલે બાબાનું પવિત્ર સ્થાન એટલે કેદારનાથ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાનુ એક છે.

ઘણા લોકો માટે તે ભોલે બાબાનું પવિત્ર સ્થળ છે અને કેટલાક માટે તે મોક્ષ્નુ સ્થાન છે, જ્યાંથી મુક્તિનો માર્ગ ખુલે છે

કેદારનાથ મંદિર 3593 ફૂટની ઊંચાઈ પર આવેલું છે

હિન્દુઓની પવિત્ર અને પાવનભૂમિ એટલે ”કેદારનાથ મંદિર”.ભગવાન શિવનું આ મંદિર છે. આ મંદિર હિમાલયની નીચે તળેટીમાં આવેલું છે.

કેદારનાથ ભગવાન શિવ ના દર્શન મેં કે જૂન મહિના અંત સુધીમાં દર્શન ખુલ્લે છે.

અને નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી દર્શન બંધ થઈ જાય છે.

કેદારનાથ ની આજુબાજુ ફરવાલાયક ઘણા સ્થળો છે

વેરા મંદિર ,વાસુકિ તલ અને દૈત્ય જીલ.તે ત્રણેય પાણી વાળા સ્થળ છે.

કેદારનાથ મંદિર ની બાજુમાં એક મોટી શિલા (પથ્થર)પડેલી છે જેને ભીમશીલા કહે છે.

2013 માં જયારે મોટી પાણી હોનારત આવી ત્યારે આ શિલાના કારણે પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું, અને મંદિરનું રક્ષણ કર્યું હતું.