હમણાં સ્વેટર સહિતના ગરમ કપડાં હાથવગા જ રાખજો,

હવામાન વિભાગે ઠંડી યથાવત રહેવાની આગાહી કરી

સામાન્ય રીતે આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે

તેમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે

એટલે કે હજુ ચાલુ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરુઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

શિયાળો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરુઆતથી ઠંડી અનુભવાઈ રહી છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે.

આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી

જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે

ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.

લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો,

તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી.

જેમાં 1-2 ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે.

પાછલા 24 કલાકની વાત કરીને પણ તેમણે જણાવ્યું કે તાપમાન મોટા ફેરાફારો વગર સામાન્ય જ રહ્યું છે.

ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે.

હાલ રાજ્યમાં પવનની ગતિ મધ્યમ (5-10 કિલોમીટર પ્રતિ કલાક)ની છે. અને પવનનું વહેણ ઉત્તર-ઉત્તર પશ્ચિમનું છે.