દર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે.
લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે, એટલું જ સામાજિક મહત્ત્વ પણ છે!
પ્રાંતના લોકો ભેગા થયા હોય, જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે.
જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.
બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે.
તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રી વિશ્રામ કરે છે
બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે.
આમ ગિરનાર પર્વત ફરતે કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરે છે.