જાણો, તમારી મનપસંદ 'મેગી'નું નામ મેગી કેવી રીતે પડ્યું?

મેગી, જેને આપણે 'ટૂ મિનિટ નૂડલ્સ' નામથી ઓળખીયે છીએ, આજે વિશ્વભરના લોકોમાં સૌથી વધારે ફેવરિટ છે.

આમ તો ભારતમાં મેગીની કહાની વર્ષ 1983માં શરૂ થઇ હતી.

નેસ્લે ઇન્ડિયા લિમિટેડે ભારતમાં મેગી નૂડલ્સને લૉન્ચ કરી હતી

વર્ષ 1897માં સૌથી પહેલા જર્મનીમાં મેગી નૂડલ્સ રજૂ કરવામાં આવી હતી.

મેગી નૂડલ્સ બનાવનારનું નામ જૂલિયસ માઇકલ જોહાનસ મેગી હતું. જે સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી હતા

તેમના નામ પરથી જ મેગીનું નામ મેગી પડ્યું હતું.

વર્ષ 1884માં જૂલિયસે લોટમાંથી બનતા ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યુ હતું

પરંતુ આ તેમનો બિઝનેસ ખાસ આગળ ન વધી શક્યો.

ત્યારબાદ વર્ષ 1886માં તેમણે વિચાર્યુ કે તેઓ કોઇ એવી ખાદ્ય વસ્તુ બનાવે જે જલ્દી બની જાય. બસ અહીંથી જ મેગીની શરૂઆત થઇ.

તેમના અવસાન બાદ મેગીના ઉત્પાદનમાં થોડોક ફરક જોવા મળ્યો, પરંતુ મેગીની લોકપ્રિયતા બની રહી

1947માં નેસ્લેએ 'મેગી'ને ખરીદી લીધું ત્યારથી મેગી ભારતમાં પણ પ્રચલિત છે