પાણીમાં થતાં ઔષધીય છોડ ‘શિંગોડા’ના જાણો ફાયદા

શિંગોડા પાણીમાં થતો એક છોડ છે, જે પાણીમાં વેલાની જેમ પથરાયેલો હોય છે.

હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટે શિંગોડા ઔષધનું કામ કરે છે.

તેમાં પોટેશિયમ આવેલું હોવાથી લોહીની નસોને આરામ મળે છે.

લોહીમાં વધારે સુગરને કારણે ડાયાબીટિઝની સમસ્યા થઇ શકે છે.

શિંગોડામાં પોનિફિનોલ્સ નામનું તત્વ લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

વધતા વજન અને મોટાપાની સમસ્યા અસંખ્ય બીમારીઓ સાથે લાવે છે.

શિંગોડા વજન નિયંત્રિત રાખવામાં કંઈક અંશે મદદરૂપ થઇ શકે છે.

શિંગોડામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી કેન્સર ગુણો ઉપલબ્ધ છે.

જે કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.