જાણો, દુનિયાનું સૌથી શક્તિશાળી પક્ષી શાહમૃગ વિશેના અવિશ્વસનીય તથ્યો

શાહમૃગ ઉડી શકતું નથી પરંતુ તેની એક લાત માણસને ત્યાં જ ઢેર કરી શકે છે, જે દેખાવમાં ખૂબ મોટુ અને તમામ પક્ષીઓમાં શક્તિશાળી માનવામાં આવે છે.

શાહમૃગની ઉંચાઇ 9 ફુટ હોય છે જેની માણસની સરખામણીમાં ખૂબ જ ઉંચાઇ હોય છે.

શાહમૃગ નું મગજ ખૂબ જ નાનું હોય છે આમ છતાં સૌથી મોટા પક્ષીઓમાંનું એક માનવામાં આવે છે.

શાહમૃગ નું આયુષ્ય 40 થી 50 વર્ષ સુધીનું હોય છે.

મોટાભાગે શાહમૃગ(Ostrich) દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે, જે પોતાના એક સ્ટેપમાં ૫ મિટર જેટલુ અંતર કાપે છે આથી તેને દુનિયાનું સૌથી ઝડપી પક્ષી માનવામાં આવે છે

શાહમૃગ નું વજન 140 કિલોની આસપાસ હોય છે એટલે કે બે માણસનાં વજન જેટલુ હોય છે.

શાહમૃગ પાણી વગર પણ રહી શકે છે. તે પોતાના શરીરનાં અંદરનાં અંગોથી પાણી જનરેટ કરી શકે છે એટલું જ નહીં તેને ફુડમાંથી પણ પાણી મળી રહે છે.

કોઇ પણ ખતરો જોઇને પોતાની ચાંચ રેતીમાં દબાવી છે

એવી આશાએ કે થોડા સમયમાં ખતરાનું સંકટ ટળી જશે.આ જ કારણે બુદ્ધિશાળી પક્ષી પણ માનવામાં આવે છે.

જ્યારે શાહમૃગ ઇંડા આપે છે ત્યારે ઇંડાના રક્ષણ માટે તે ઉંડો અને મોટો ખાડો ખોદે છે

તેમાં ઇંડાનું રક્ષણ કરે છે. અને સમય સમય પર પોતાની ચાંચ વડે ઇંડાને જોયા કરે છે

સંશોધન અનુસાર સદીઓ પહેલા ભારતમાં પણ શાહમૃગ(Ostrich) જોવા મળતા હતા.

ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના અંશો જોવા મળ્યા હતા.