જાણો જ્વાળામુખી અંગેની રોચક જાણકારી

તમે ખરેખર એક જ્વાળામુખીને જોયો છે ? કદાચ મોટાભાગના લોકોએ જ્વાળામુખી જોયો નહીં હોય.

જ્વાળામુખી પૃથ્વીના ક્રસ્ટ ભાગમાં જોવા મળતું એક છિદ્ર હોય છે.

જ્યારે તે સક્રિય થાય છે ત્યારે તેમાં ગેસ, ગરમીથી ઓગળેલા પથ્થર એટલે કે લાવા, ધુમાડો ખુબ જ ઝડપથી બને છે અને એકસાથે બહાર આવવા લાગે છે

જેના કારણે એક ભયંકર વિસ્ફોટ થાય છે.

આ છિદ્ર એવા ભાગમાં જોવા મળે છે જ્યાં પથ્થર નબળા હોય છે.

વિસ્ફોટના આધારે જ વિવિધ પ્રકારના ભૂ ભાગોનું નિર્માણ થાય છે.

એટલે કે જો વિસ્ફોટ હળવો હોય તો પઠારનું નિર્માણ થાય છે અને જો વિસ્ફોટ ભયાનક હોય તો પર્વતનું નિર્માણ થઈ જાય છે.

જ્વાળામુખીના મુખ્ય ચાર પ્રકાર હોય છે.

શીલ્ડ જ્વાળામુખી, રાખ શંકુ, સંયુક્ત જ્વાળામુખી, કેલ્ડેરા

જ્વાળામુખી સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી અલગ પડતી હોય કે

એકબીજા તરફ ધસતી હોય ત્યાં જોવા મળે છે

શું તમને ખબર છે કે આખા વિશ્વમાં 1500થી વધુ સક્રિય જ્વાળામુખી છે.

તેમાંથી ફક્ત એક જ દક્ષિણ એશિયામાં સ્થિત છે.

જો તમે યોગ્ય અંતરેથી કોઇ જ્વાળામુખીને ફાટતા જુઓ છો તો

સાચે જ આ એક ક્યારેય ન ભુલી શકાય એવો નજારો હોય છે.