આન્ કિચન ટિપ્સ જાણી લો, રસોઈ બનશે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી,

એવું કહેવામાં આવે છે કે, હૃદય તરફનો રસ્તો પેટથી થઈને જાય છે, તેથી જ દરેક સ્ત્રીઓ હંમેશા સ્વાદિષ્ટ ખોરાક બનાવવાની ટિપ્સની શોધમાં હોય છે.

ખીર : જો તમને ઓછી મીઠી અને ઓછી ઘાટ્ટી ખીર ખાવાની પસંદ છે,

ચોખાની ખીર બનાવતા સમયે તેની અંદરચપટી મીઠું ઉમેરી દો. તેનાથી ખીર ઓછી મીઠી થશે અને ખીરને ઘાટ્ટી બનાવવા માટે 1 ચમચી મખણાના લોટને ખીરમાં ઉમેરી દો.

બટાટાના પરોઠા : બટાટાના પરોઠાને ટેસ્ટી બનાવવા માટે,

તેની સ્ટફિંગમાં થોડું શેકેલું જીરું, કસૂરી મેથી અને મેગી મસાલાને ઊમરો, આમ કરવાથી પરોઠાનો સ્વાદ ખુબ જ વધી જશે.

કઢી : કઢી બનાવતા સમયે જો દહીં ફાટી જાય છે,

તો કઢી બનાવતા સમયે તેને વારંવાર હલાવતા રહો અને આ પછી તેમાં મીઠાને ઉમેરો. આમ કરવાથી દહીં ક્યારેય ફાટશે નહીં

જો તમારા બાળકો પ્રોટીનથી ભરેલ દાળ જમવાની ના કહે છે તો

દાળ બનાવતા સમયે તેમાં ચપટી હળદર અને 4 થી 5 ટીપાં બદામના તેલના નાખો. દાળ એટલી ટેસ્ટી બનશે કે, બાળકો દાળને ખાવા લાગશે.

ગ્રેવી માટે આદુ અને લસણની પેસ્ટ બનાવતી વખતે ,

હંમેશા લસણની માત્રા 60% અને આદુની માત્રા 40% હોવી જોઈએ. આવું એટલા માટે કારણ કે આદુંનો સ્વાદ ખુબ જ તેજ હોય છે.