સોનાની ભેટ ખરીદવા જતાં પહેલાં જાણી લેજો ભાવ, નહીંતર ધ્રાસકો પડશે

જ્યાં એક તરફ ભારતમાં 1 નવેમ્બરે કરવા ચોથ છે, તો બીજી તરફ અમેરિકાની સેન્ટ્રલ બેંક વ્યાજ દરોની જાહેરાત કરશે.

જેમાં બેંક ફરી એકવાર પોલિસી રેટ હોલ્ડ પર રાખી શકે છે.

સોનાને લઈને વાતાવરણ સંપૂર્ણપણે સકારાત્મક બનવા લાગ્યું છે.

ડૉલર ઈન્ડેક્સમાં સાનુકૂળતાના કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

જ્યાં અમેરિકાના કોમેક્સ માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ઓન્સ $2000ના સ્તરને પાર કરી ગયો છે

બીજી તરફ ભારતમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

સોમવારે, MCX પર સોનાનો વાયદો ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 240 વધીને રૂ. 61,396 પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો હતો.

દરમિયાન, આજના ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીનો ભાવ

રૂ. 751 વધી રૂ. 72,468 પ્રતિ કિલોગ્રામ થયો હતો.

સોનું 62 હજારને પાર કરશે

છેલ્લા ત્રણ સપ્તાહમાં સોનાના ભાવમાં વધારો થયો છે. તેનું કારણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધથી સર્જાયેલો તણાવ છે.

દિલ્હી, અમદાવાદ અને અન્ય શહેરોમાં ભૌતિક સોનાની કિંમત

62,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 74,500 રૂપિયા છે.

જો સોનું MCX પર રૂ. 61,000નું સ્તર જાળવી રાખે છે

તો ટૂંક સમયમાં સોનું રૂ. 62,000 સુધી પહોંચી શકે છે.