જાણો હિમાચલના કેદારનાથની કહાની

હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી પરંતુ ભોળાનાથનું આ મંદિર અડીખમ ઊભું રહ્યું.

500 વર્ષોથી પણ જૂનું આ મંદિર કેદારનાથ મંદિર જેવું જ દેખાય છે.

તેથી તેને હિમાચલનું કેદારનાથ મંદિર પણ કહેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિએ તબાહી મચાવી છે

કુદરતનાં આ ભયાવહ કહેરની વચ્ચે ભગવાન ભોલેનાથનું મંદિર પોતાના સ્થાન પર અડીખમ ઊભું જોવા મળ્યું છે.

પંચવક્ત્ર મંદિર એટલે કે મહાદેવની એ મૂર્ત કે જેમાં 5 મુખ હોય છે.

પંચમુખી મહાદેવનાં આ મંદિર અને મંડી શહેરને જોડતો વર્ષો જૂનો લોખંડનો પુલ પણ તૂટી પડ્યો પરંતુ આ મંદિર પોતાના સ્થાનથી હટ્યું પણ નહીં.

મંદિરનાં પુજારી નવીન કૌશિકે જણાવ્યું કે આ મંદિર 16મી સદીમાં રાજાએ બનાવડાવ્યું હતું

પરંતુ માન્યતા છે કે આ મંદિર પોતે પાંડવોએ બનાવડાવ્યું હતું જ્યાં પાંડવોએ બાબાની ખુદ પૂજા-અર્ચના કરી હતી.