જાણો કેમ મનાવવામાં આવે છે રાંધણ છઠનો તહેવાર, શું છે મહત્વ

રાંધણ છઠ એ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે. જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે

શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે

રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે, આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે.

રાંધણ છઠનું સમગ્ર ભારત કરતા ગુજરાતમાં વિશેષ મહત્વ છે.

રાધણ છઠ એ સ્વતંત્ર તહેવાર નથી. આ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે. જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે.

સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. અને દરેક ઘર છઠના દિવસે બનાવેલી વાનગી આરોગે છે,

સાતમના દિવસે શિતળાની પૂજા કરી તેને ઘઉં કે બાજીરીના લોટની કુલેરનો પ્રસાધ ધરાવી પૂજા કરવામાં આવે છે.

બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે.

સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહી એવી માન્યતા છે.

લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે.

તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે.