દુધની આ વાનગી વિશે જાણી મોં માં પાણી આવી જશે

બળી નામની વાનગીનું નામ તો સાંભળ્યું હશે. પરંતુ આ વાનગી કાયમી નથી બનતી. ચોક્કસ સમયનાં દુધમાંથી જ આ વાનગી બને છે

જે ફક્ત ગાય જ્યારે બચ્ચાને જન્મ આપે તે પછીના સમયના પ્રથમ દૂધમાંથી જ બની શકે છે.

આ દૂધને જોતા દૂધ સફેદની જગ્યાએ હળવા પીળા કલરનું દેખાય છે, જે દૂધમાંથી મસ્ત મજાની બળી બનાવી તેની મજા માણી શકાય છે .

આવો જાણીએ બળી બનાવવાની રીત

એક બાઉલ લેશું. તેમાં દૂધ અને ખીરું લેશું. પછી તેમાં ખાંડ નાખીશું. પછી બધું બરાબર મિક્સ કરીશું.

પછી એક મોટું વાસણ લેશું તેમાં પાણી નાખીશું,

પછી એક પ્લેટ લઈને તેમાં દૂધનું ખીરું નાખી તેના ઉપર કાજુ બદામ અને ઈલાયચી પાવડર અથવા ઈલાયચીનો ભૂકો નાખવો.

પછી વરાળમાં પાંચથી છ મિનિટ સુધી તેને સ્ટીમ કરી દેવું

અને ખોલીને ચપ્પુની મદદથી ચેક કરી લેવું.

ત્યારબાદ ઠરી ગયા પછી ચપ્પુની મદદથી તેને ઢોકળાની જેમ નાના નાના ચોરસ પીસમાં કટ કરી લો

અને તૈયાર છે તમારી ટેસ્ટી બળી.

આવી જ રીતે તમે બળી માં જુદા જુદા પ્રકારની વસ્તુ ઉમેરીને

તેને જુદા જુદા ફ્લેવર અને જુદી જુદી વેરાઈટીઓ વાળી બળી બનાવી શકો છો.