રમણીય દરિયાઈ તટથી ઓળખાતું દીવ એ ઇતિહાસ અને સૌંદર્યનો અનોખો સમન્વય છે

દીવ આમ તો આખું વર્ષ રમણીય હોય છે પરંતુ ઓક્ટ થી માર્ચ અહીં આવવા નો શ્રેષ્ઠ સમય છે. ખાસ કરીને ડિસેમ્બર માં અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે

સુંદર અને વિશાળ દરિયા કિનારે રમણીય તટ પર લોકો પીકનીક માણે છે.

દીવ ની ઓળખ એટલે નાગવા બીચ કે જ્યાં હજારો પ્રવાસીઓ ઓ સુંદર રમણીય તટ પર શાંત સમુદ્રના પાણીમાં સ્નાન કરતા કરતા પ્રકૃતિ ને માણે છે.

દીવ ફોર્ટ

દીવ નું બીજું આકર્ષણ છે દીવ ફોર્ટ દિવ ફોર્ટ આજે પણ પોર્ટુગીઝો ના આગમન થી લઈ દીવ ની આઝાદી ની સાક્ષી પૂરે છે

ઓમ ગંગેશ્વર મહાદેવ

કહેવાય છે કે મહાભારત ના પાંચ પાંડવો એ અજ્ઞાતવાસ દરમિયાન દીવ ના દરિયા કિનારે આવી પોતપોતાની શિવ લિંગ બનાવી શિવ પૂજા કરી હતી

સી -શેલ

વિશ્વ નું આ એક એવું મ્યુઝિયમ છે જ્યાં દરિયાઈ જીવો ને શિલ્પ કલા સાથે જોડી સુંદર આકૃતિઓ બનાવવા માં આવી છે.

નોઈડા કેવ્ઝ

આ ગુફાઓ કલાત્મક અને કોતરણી થી ખૂબ જ સુંદર લાગે છે. યુવાઓ માટે તસ્વીર ખેંચવાનું આ એક ઉત્તમ શ્રેષ્ઠ સ્થળ છે