કલકત્તાએ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે
કલકત્તાનાં જોવાલાયક સ્થળોમાં પ્રથમ તો હુગલી નદીને કિનારે આવેલાં દક્ષિણેશ્વર અને બેલૂરમઠ છે.
એ મંદિરના પૂજારી શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા. એ સ્થાનમાં જ પરમહંસને દેવીનો સાક્ષાત્કાર થયો હતો.
એ પુલની વિશેષતા એ છે કે એની નીચેથી સ્ટીમર પસાર થાય ત્યારે પુલ ઊંચો ઉઠાવાય છે અને સ્ટીમર પસાર થયા પછી પાછો જોડી દેવાય છે.
1956માં સ્થપાયેલું વનસ્પતિ-ઉદ્યાન (botanical garden) પણ કલકત્તાનું એક અનોખું જોવાલાયક સ્થાન છે.