કુંભારિયા જૈન મંદિરો બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં પાંચ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે.

ચાલુક્ય વંશના શાસન દરમિયાન ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું,

એવું કહેવામાં આવે છે કે આ પ્રદેશમાં એક સમયે ૩૬૦ મંદિરો અસ્તિત્વમાં હતા

પરંતુ જ્વાળામુખીને કારણે સૌ નાશ પામ્યા અને હવે ફક્ત પાંચ જ રહ્યા છે

આ પાંચ જૈન મંદિરોનું નિર્માણ ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી કરવામાં આવ્યું

મહાવીર મંદિર ૧૦૬૨ માં બંધાવવામાં આવ્યું હતું. આ પ્રાચીન જૈન મંદિર છે.

શાંતિનાથ મંદિરનું નિર્માણ ૧૦૮૨ માં થયું હતું.

પાર્શ્વનાથ મંદિર ૧૦૯૪ માં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.

નેમિનાથ મંદિર જયસિંહ સિદ્ધરાજના શાસન દરમિયાન બંધાવવામાં આવ્યું હતું

સંભવનાથ મંદિર ૧૨૩૧ માં બંધાવવામાં આવ્યું હતું.

અલબત્ જ્વાળામુખી દ્વારા કોઈ પણ મંદિરોનો નાશ થવાની શક્યાતા ઓછી છે

કારણ કે ભારતમાં આંદામાન ટાપુઓ સિવાય ૫૦૦ હજાર વર્ષથી સક્રિય જ્વાળામુખીનો કોઈ પુરાવો નથી.

ભારતમાં ભૂકંપ પ્રવૃત્તિ જોકે નોંધપાત્ર છે

અને તે આવા મંદિરોના વિનાશ માટે જવાબદાર હોઈ શકે છે.

કુંભારિયા જૈન મંદિરો તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે

આ પાંચ આરસના મંદિરો કદ, છબી કોતરણી અને સ્થાપત્ય વિગતમાં અલગ અલગ છે, દરેકની પોતાની લાક્ષણિકતાઓ છે