જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે,

જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.

લાખોટા તળાવની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર લાખોટા કોઠો સ્થિત છે.

આ કિલ્લો હવે લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે અને તે હાલમાં લાખોટા મ્યુઝિયમ ધરાવે છે.

ભૂતકાળમાં આવેલ ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે

જર્જરિત થયેલ કોઠાની જાળવણી અનિવાર્ય હતી.

લાખોટા કોઠા સ્થાપત્યનું સંપૂર્ણ લાઇટીંગ અને ઇલેકટ્રીફિકેશન વર્ક, લાખોટા કોઠા તેમજ

રણમલ તળાવના જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે.

હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. 1820થી 1852 વચ્ચે

જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે

જામનગરની ધરતી ઉપર ઈ.સ. 1840માં ભીષણ દુષ્કાળ પડતા જનતા ભૂખમરાનો ભોગ બની.

આ ભયંકર આફત સમયે રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો.

આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો.

આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે 9થી 18મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે

જામનગરના એકમાત્ર સંગ્રહાલય માટે વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર મૂકવામાં આવેલુ છે.

મ્યુઝિયમમાં તમામ પૌરાણિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવાનું કામ થયેલુ છે,

અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે, જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.

આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે