જાણો ઘરે કેવી રીતે બનાવો શુદ્ધ માવો.

સામગ્રી:બે લીટર ફૂલ ક્રીમ દૂધ, ½ ફ્રેશ મલાઇ

બનાવવાની રીત

માવો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટુ પેન લો અને એમાં દૂધ ગરમ કરવા માટે મુકો.

ખાસ ધ્યાન એ રાખો કે દૂધ ફૂલ ફેટ ક્રીમવાળુ લેવાનું રહેશે.

આ દૂધથી માવો સારો બને છે.પહેલાં દૂધનો એક ઉભરો ફાસ્ટ ગેસે લાવી દો અને પછી ગેસની ફ્લેમ ધીમી કરો.

આમ વચ્ચે-વચ્ચે દૂધ હલાવતા રહો.

ધીમા ગેસે દૂધ ઉકાળવાથી ઘટ્ટ થાય છે.

હવે આમાં ફ્રેશ મલાઇ નાંખો.

દૂધ પાંચમાં ભાગનું બળી જાય ત્યારે 10 મિનિટ ગેસની ફ્લેમ ધીમી રાખો અને થવા દો.

આમ કરવાથી માવો મસ્ત તૈયાર થઇ જશે.

આ માવાનો તમે અનેક રીતે ઉપયોગમાં લઇ શકો છો. આ મોળો માવો ખાવાની પણ મજા આવે છે.

તમે લાડુ અને બરફી માટે માવો બનાવવા ઇચ્છો છો તો

દૂધને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી પાંચમો ભાગ બળી રહે.

પછી એક વાસણમાં માવો મુકીને એને ફ્રિજમાં મુકી દો

અને પછી બરફી તેમજ પેંડા બનાવવાના ઉપયોગમાં લો.તમે રસગુલ્લા બનાવવા ઇચ્છો છો તો માવાને ચીકણો થવા દો. આમ કરવાથી રસગુલ્લા ટેસ્ટી અને સારા બને છે.