શીખી લો પ્રાણાયામ! જે શરીરમાં ભરી દેશે તાજગી, તન-મનને બનાવશે નિરોગી

પ્રાણાયામ તન અને મનને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે અને પાચન ક્રિયાને સુધારે છે.

પ્રાણાયામ પાચન ઠીક કરે છે, મન શાંત કરે છે અને અનેક રોગોથી રક્ષણ આપે છે.

પ્રાણાયામ માટે સૂર્યોદયનો સમય સૌથી યોગ્ય માનવામાં આવ છે.

આ આસન સૂર્યાસ્તના સમયે પણ કરી શકાય છે.

આ આસન કરવા માટે આસપાસની જગ્યા ખુલ્લી તેમજ હવાની અવરજવર સરળતાથી થઈ શકે, તેવી હોવી જોઈએ

જે ખૂબ જ શક્તિશાળી અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરતું આસન છે.

પ્રાણાયામ કરવા માટે ચટાઈનો ઉપયોગ કરો. ચટાઈ પાથરીને તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ મુદ્રામાં બેસો.

પદ્માસનની મુદ્રા પ્રાણાયામ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

બેસતી વખતે કમર અને ગળું એક જ રેખામાં રાખો અને આંખો બંધ કરી દો. .

ધ્યાન રાખો કે આખા આસન દરમિયાન તમારે તમારી કરોડરજ્જુને સીધી રાખવાની છે.

પ્રાણાયામ કરતી વખતે તમારું બધું ધ્યાન તમારા શ્વાસ ઉપર કેન્દ્રિત કરો. પ્રાણાયામ કરતી વખતે શ્વાસ અંદર અને શ્વાસ બહાર કાઢવાની તમને પ્રેક્ટિસ કરવી પડશે.

લાંબા અને ઊંડા શ્વાસ લો અને બંન્ને હાથ જોડીને સકારાત્મક મંત્રોનો જાપ કરો.

આ પ્રક્રિયા 1 મિનિટમાં 9થી 10 વખત કરો. સરેરાશ દસથી પંદર મિનિટ પ્રાણાયામ કરવાથી તમારી દિનચર્યા બરાબર રહેશે અને તમારી જીવનશક્તિમાં પણ વધારો થશે

પ્રાણાયામનો અભ્યાસ ખાલી પેટે જ કરવો જોઈએ.

જો તમે કંઇક ખાધું હોય, તો પ્રાણાયામ 4 કલાક પછી જ કરવા જોઈએ.