નકામી નહીં ખૂબ જ ઉપયોગી હોય છે લીંબુની છાલ, આ રીતે કરો ઉપયોગ....

લીંબુનાં રસ કરતાં વધારે એન્ઝાયમ્સ લીંબુની છાલમાં હોય છે.

લીંબુની છાલને મીઠાં અને લાલ મરચાંનાં પાવડર સાથે પીસીને તમે તેની ચટણી બનાવી શકો છો

તે ખૂબ જ ચટપટી અને સ્વાદિષ્ટ હોય છે.

લીંબુપાણી બનાવતી વખતે તેની છાલને ઉપરની જ લેયર કાઢો અને તેને સોફ્ટલી દબાવો

ત્યાર બાદ તેનું લીંબુ પાણી બનાવો આવી રીતે બનાવેલું લીબુ પાણી સામાન્ય કરતાં વધુ આરોગ્યપ્રદ મનાય છે.

છરી-ચપ્પાં કરો સાફ

છરી-ચપ્પાં પર લાગેલી ગંદકી, ચીકણાશ અને કાટને તમે લીંબુની છાલ દ્વારા કાઢી શકો છો.

તાંબાનાં વાસણ

તાંબાનાં વાસણ ચમકાવવાં માટે પણ લીંબુની છાલનો ઉપયોગ ઘણો પ્રચલિત છે.

નખની સુંદરતા

માત્ર વાસણ જ નહીં નખની ગંદકી અને ડાઘાં દૂર કરવાં માટે પણ લીંબુની છાલનો ઉપયોગ કરાય છે.