દીવ ફરવા જતા કોઈની નજર પડતી તેવી રસપ્રદ બાબત જાણીએ, ફેમસ જલંધર બીચની છે વાત

દીવ એક પર્યટક સ્થળની સાથે દેવોની નગરી પણ કહેવામાં આવે છે.

દીવમાં જંલધર બીચ ખાતે જંલધરનું મંદિર પણ સ્થાપિત છે.

જેની પાછળ એક પૌરાણિક કથા છે.

જંલધર સમુદ્રનો પુત્ર અને લક્ષ્મીજીનો ભાઈ હતો.

જેને સત્તા મળતા તે રાજા બની અત્યાચાર ફેલાવતો હતો. તેના આ અત્યાચારને ખતમ કરવા અને જંલધરનો નાશ કરવા સ્વંય ભગવાનને કપટ કરવું પડ્યું હતું

જંલધરની પત્ની વૃંદા સતી હતી.

તેથી તેમના પતિ જંલધરને કોઈ મારી શકે તેમ ન હતું. જો વૃંદાનું સતીત્વ ભંગ થાય તો જંલધરનું મૃત્યુ થાય.

તેથી ભગવાન જંલધરનું રુપ લઈને વૃંદાનું સતીત્વ ભંગ કરે છે.

ત્યારે યુદ્ધ કરવા ગયેલ જંલધરનું મસ્તક વૃંદાના ખોળામાં પડે ત્યારે સામે ઉભેલા ભગવાનને વૃંદા પૂછે છે કે, આપ કોણ છો? ત્યારે ભગવાન તેમના અસલી રૂપમાં આવે છે

ત્યારે વૃંદા તેમને પથ્થર બનવાનો શ્રાપ આપે છે,

સાથે ભગવાન પણ વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપે છે. તેથી તે તુલસી બને છે.

દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે લોકો શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરાવે છે

જેને તે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે.

દીવમાં જ્યાં જંલધરનું મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે.

તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવમાં તુલસી પણ દરેક સ્થળે તરત જ ઉગી નીકળે છે અને દીવના લોકો જંલધરની પણ પૂજા કરે છે.