મંગળ ગ્રહ વિશે જાણવા જેવું

મંગળ સૂર્ય માળાનો ચોથો ગ્રહ છે.

તે લાલ રંગનો હોવાથી ગ્રીક અને અન્ય પુરાણકથાઓમાં યુધ્ધનો દેવતા કહેવાય છે.

પૃથ્વી સિવાય મંગળ ઉપર સજીવ સૃષ્ટિની સંભાવના વધુ છે જો કે હજી સુધી મંગળ પર સજીવ હોવાનો પુરાવો મળ્યો નથી.

ચંદ્ર પછી મંગળ એક જ ગ્રહ છે કે જ્યાં અવકાશયાન ઉતર્યું છે.

મંગળ ઉપર અમેરિકાની નાસાના વાઈકિંગ, પાથફાઈન્ડર સ્પ્રિટ અને ઓપોર્ચ્યુનિટી યાનો ઉતરેલા.

મંગળ પૃથ્વીથી ઘણો નાનો છે.

પરંતુ ત્યાં સમુદ્ર નહી હોવાથી જમીનની સપાટી પૃથ્વી કરતાં વધુ છે.

મંગળને બે ચંદ્ર છે તેના નામ ફોબોસ અને ડીમોસ છે.

મંગળ ૬૮૭ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે