લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ લીચી ચાઈનેન્સીસ છે

પ્રજાતિ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે.

લીચીનું વૃક્ષ મધ્યમ ઊંચાઈ ધરાવતું બારમાસી વૃક્ષ છે,

જેની ઉંચાઇ ૧૫ થી ૨૦ મીટર જેટલી હોય છે.

આ ઝાડનાં પાંદડા એકાંતરિત પીંછાકાર હોય છે,

લગભગ ૧૫ થી ૨૫ સેં.મી. જેટલાં લાંબા હોય છે. નવાં પાંદડાં ઉજળા તામ્રવર્ણી હોય છે

અને તેનું પૂર્ણ કદ અને આકાર થાય ત્યાં સુધીમાં લીલાં થતાં જાય છે.

પુષ્પ નાનાં લીલાશ પડતાં કે પીળાશ પડતા સફેદ રંગનાં હોય છે, જે ૩૦ સેં.મી. લાંબી કુમળી દાંડી પર લાગે છે

લીચીનું ફળ ઠળીયાવાળું (ડ્રૂપ પ્રકારનું) હોય છે

ફળની છાલ ગુલાબી-લાલથી મરૂન રંગની અને દાણાદાર હોય છે, જે અખાદ્ય છે, પરંતુ સરળતાથી હટાવી શકાય છે.