ગુજરાતમાં આવેલી આ જગ્યા 'ભારતના જુરાસિક પાર્ક' તરીકે ઓળખાય છે,

ગુજરાતના બાલાસિનોરમાં આવેલો છે કે જેને ભારતના ‘જુરાસિક પાર્ક’ તરીકે ઓળખવામાં આવે છે.

આ ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજુ ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ છે.

વર્ષ 1980-81માં બાલાસિનોર પાસેના રૈયોલી ગામમાં ડાયનોસોરના હાડકા અને અવશેષ મળી આવ્યા હતા.

ત્યારબાદ અહીં રિસર્ચ કરતા લોકો અને પુરાતત્વવિદ સંશોધન કરવા માટે આવી પહોંચ્યા હતા.

અહીં ખોદકામ કરતા જાણવા મળ્યું કે આશરે 66 મિલિયન વર્ષ પહેલા અહીં 13 કરતા વધારે ડાયાનોસોરની પ્રજાતિઓ પેદા થઈ હતી.

આ પાર્કની સાથે-સાથે આધુનિક ટેક્નોલોજીની મદદથી 10 મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદથી આશરે 103 કિલોમીટર દૂર આવેલો છે.

મિત્રો અથવા પરિવાર સાથે ફરવા જવા માટેની આ બેસ્ટ જગ્યા છે.

આ પાર્કમાં વધુ સમજણ માટે ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે.