લોટેશ્વર ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

અહીં આવેલો પ્રાચીન સ્થાપ્ત્ય એવો લોટેશ્વરનો કુંડ પ્રસિદ્ધ જોવાલાયક સ્થળ છે.

એક લોકવાયકા પ્રમાણે, આ પ્રદેશ હિડંબા વન તરીકે ઓળખાતો હતો.

પ્રાચીન સમયે કુંતી માતા સાથે પાંચ પાંડવો ફરતા ફરતાં આ પ્રદેશ આવ્યા તે સમયે જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર ને એવો નિયમ હતો કે ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરી પછી જ ભોજન કરવું

વનમાં એક પણ શિવલિંગ હતું નહિ, તેથી તેમણે લોટાને ઊંધો મુકી શિવલિંગ માનીને તેની પૂજા કરી

પણ કુંતી માતાએ પુત્રને રોકી અને કહ્યું કે આ શિવલિંગની પૂજા કહી શકાય નહી

ત્યારે બાજુમાં ઉભેલા સહદેવે ભીમને બોલાવીને કહ્યું કે આ ઊંધા લોટા પર ગદાનો પ્રહાર કર,

ભીમે લોટા પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે ત્યાંથી પાણીનો પ્રવાહ શરૂ થયો. ત્યારે લોટાની પૂજા અર્ચના કરી.

ત્યાર પછી અહી એક સુંદર મંદિરનું નિર્માણ થયું

અને આ મંદિરને 'લોટેશ્વર' તથા કુંડને 'લોટેશ્વર કુંડ' નામ આપ્યું.

ફાગણ વદ અગિયારસથી ફાગણી અમાસ સુધી મંદિરે મેળો ભરાય છે

ભૂત-પ્રેત, દુઃખ-દર્દ, દૂર કરવા લોકો લોટેશ્વર મહાદેવજીના મંદિરે આવી ધૂણતા અને ત્યારથી આ મેળાનું નામ ધુણીયો મેળો પડી ગયું છે