લોથલન જે 4200 વર્ષ જુનુ ભારતનું સમૃદ્ધ બંદર હતું

ગુજરાતના સાગરવાલામાં લોથલ નામનું એક સ્થળ છે, જે વિશ્વના સૌથી જૂના ડોકયાર્ડ તરીકે ઓળખાય છે.

લોથલ પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું.

પશ્ચિમ એશિયા અને આફ્રિકાના દેશો સાથે અહીંથી માળા, રત્ન અને ઘરેણાંનો વેપાર થતા હતા

ધોળાવીરાની જેમ જ લોથલ પણ હડપ્પા સભ્યતાનાં સૌથી વિકસિત નગરોમાંથી એક હતું,

મોટી હોડીઓ અંદર સુધી આવી શકે તે માટે નગરજનોએ નહેર જેવી વ્યવસ્થા પણ કરી હતી.

શહેરની રચના આજના સમયની કૉલોની વ્યવસ્થા જેવી છે,

આયોજનબદ્ધ રીતે નિર્મિત ઘરમાં બાથરૂમ તથા ગંદાં પાણીના નિકાલ માટે ગટરવ્યવસ્થા હતી.

આ સિવાય મોટી જાહેર ઇમારતો મળી આવી છે

જે સભાગૃહ કે મંદિર હશે એવું અનુમાન છે.

લોથલ પર ચડી ગયેલી ધૂળ ધીમે-ધીમે ખંખેરાતી હોય તેમ જણાય છે.

યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે વર્ષ 2014માં નૉમિનેટ કરવામાં આવી છે