ભારતનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન મહાબલેશ્વર

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મહાબલેશ્વર એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે.

મહાબલેશ્વરમાં પ્રવાસી ગરમીની ઋતુમાં જવાનું વધારે પસંદ કરે છે.

મહાબલેશ્વરને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. અહીં વીના, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે

4,450 ફૂટની ઉંચાઇ પર વસેલું આ શહેર 150 વર્ગ કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલું છે

મહાબલેશ્વરની શોધ સૌથી પહેલા રાજા સિંઘણે કરી હતી. અહીંનું પ્રસિદ્ધ મહાબલેશ્વર મંદિર તેમણે જ બનાવ્યું હતું.

મહાબલેશ્વરમાં 30થી વધુ સ્થળો છે,જ્યાં પ્રવાસી ભ્રમણ કરી શકે છે.

આ ઘાટીઓ, જંગલ, ઝરણા અને ઝીલોની યાત્રાથી થાક દૂર થાય છે. અહીં આવીને સાંજે વિલ્સન પોઇન્ટને જોવાથી અનોખી અનુભૂતિ થાય છે.

ઇકો પોઇન્ટ બાળકોનું મનપસંદ સ્થળ છે,

જ્યાં જોરથી બૂમ પાડતા અવાજ પરત ફેંકાય છે. એલ્ફિંસ્ટન પોઇન્ટ, માર્જોરી પોઇન્ટ, કૈસલ રોક, ફોકલેન્ડ પોઇન્ટ, કારનેક પોઇન્ટ અને બોમ્બે પોઇન્ટ જોવાનું ના ભૂલો.