મહાકાળી મંદિર, પાવાગઢ

પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે

મહાકાળી મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે.

અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે.

પાવાગઢ વડોદરા થી ૪૬ કિ.મી ના અંતરે આવેલ છે.

વડોદરાથી બસ અથવા પોતાના વાહનથી તમે પાવાગઢ પહોંચી શકો છો

માંચીની તળેળીથી પગપાળા જવાનો રસ્તો અને ઉડનખટોલાની સગવડ આવેલી છે.

ઉડનખટોલાથી ૬ મિનિટમાં ડુંગર સુધી પહોંચી જવાય છે. ત્યાંથી ૩ કિમી જેટલો માર્ગ મંદિર સુધી ચાલીને જવાનો છે.

ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે

એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે