મહાત્મા ગાંધી સેતુ (બિહાર)

મહાત્મા ગાંધી સેતુ (બિહાર) પટના અને હાજીપુર શહેરોને જોડતો સેતુ છે

આ પુલ જગતમાં એક જ નદી પર બનાવવામાં આવ્યો હોય,

એવો સૌથી વધુ લંબાઇ ધરાવતો સડક માર્ગ પરનો પુલ છે

આ પુલની લંબાઇ ૫,૫૭૫ મીટર જેટલી છે.

જે ગંગા નદી પર ઉત્તરથી દક્ષિણ દિશામાં બનાવવામાં આવેલો છે.

ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં મે મહિનામાં આ પુલ નુ ઉદ્ઘાટન થયુ હતું

એ સમયના ભારત દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ પુલનું ઉદઘાટન કર્યું હતું

આ પુલના નિર્માણનું કાર્ય ગૈમોન ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું

અત્યારે આ સેતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૯નો ભાગ છે.