પોતાના માળાની ગૂંથણી માટે માહિર પક્ષી સુગરી

સુગરી એક એવું પક્ષી છે કે પોતાનું કામ ધીરજ, લગન અને કુનેહથી કરે છે

તેના માળાની રચના અદ્ભુત હોય છે.

માળામાં બે ખાના હોય જેમાં નીચલા ખાનામાં બચ્ચાં ઉપલા ખાનામાં પોતે રહે છે.

સુગરી શબ્દ સાંભળો એટલે સુંદર ગૂંથણી વાળો સુગરીનો માળો મનના દૃશ્યપટ ઉપર દેખાઈ આવે છે.

ઘણી વખત એવું થતું હોય છે કે આજની યુવા પેઢી સુગરી પક્ષીને ન ઓળખી ન શકે પણ સુગરીના માળાને જરૂર ઓળખી જાય છે.

સુગરી કદમાં ચકલી જેટલી મોટી એટલે કે ૧૫ સેમી કદની અને પીળા કલરની હોય છે.

નર માં પીળો કલર ઘાટો હોય છે તથા ચાંચ ની નીચેનો ભાગ ઘાટો બ્રાઉન હોય છે. તથા પાંખ પર બ્રાઉન કલર ની પટ્ટીઓ હોય છે.

કુદરતે સર્જેલી આર્કિટેક સુગરી તેના બચ્ચાં મોટા થઈ જાય પછી માળો છોડી દેતા હોય છે.

તેનો કલાપૂર્ણ માળો લોકો ઘરની શોભા માટે લઈ જતા હોય છે.

સુગરી પોતાનો માળો ડાળીની છેવાડે બનાવે છે

જેથી તે લટકતાં અને વજનમાં હલકાં માળા શિકારી પક્ષીઓ તેમજ સાપથી બચી શકે.

તેઓ પોતાના સમૂહમાં રહે છે અને સામાન્ય રીતે એક ઝાડ ઉપર ઝુંડમાં માળા વણે છે.

માળા વણવા માટે તેઓને નજીકમાંથી ચોક્કસ પ્રકારના રેસાવાળા પામ જેવા વૃક્ષ જોઈએ છે

જેમાંથી પોતે અદભુત બારીક કારીગરીથી રેસા કાઢી, ડાળી ઉપર ગાંઠ મારીને માળો ગૂંથે છે.

આ અદભુત આવડત તેમનાં લોહીમાં વણાયેલી હોય છે વિચાર કરોકે તેમને પહેલી ગાંઠ મારતા કોણ શીખવાડતું હશે અને બીજો કોઈ જીવ કે ટેક્નોલોજી વણી ન શકે તેવો માળો ગૂંથતા કોણ શીખવાડતું હશે!