મહુડી જૈન મંદિર, કે મહુડી જૈન તીર્થ અથવા મહુડી દેરાસર,

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક મંદિર છે.

તે જૈનો અને અન્ય સમુદાયોનું તીર્થસ્થાન છે;

જેઓ જૈન દેવતા ઘંટકર્ણ મહાવીર અને પદ્મપ્રભુ જૈન મંદિરમાં દર્શન કરે છે . તે ઐતિહાસિક રીતે મધુપુરી તરીકે જાણીતું હતું

અહીં ભક્તો સુખડી ઘંટાકર્ણ મહાવીરને અપર્ણ કરે છે.

અર્પણ કર્યા પછી, તે મંદિરના સંકુલમાં ભક્તો દ્વારા ખાવામાં આવે છે.

પરંપરા સંકુલની બહાર સુખડી બહાર લઈ જવા માટે મનાઇ ફરમાવે છે

દર વર્ષે કાળી ચૌદશ પર હજારો ભક્તો હવનના ધાર્મિક સમારોહમાં ભાગ લેવા મંદિરની મુલાકાત લે છે

મહુડી જૈન મંદિરની સ્થાપના

જૈન સાધુ બુદ્ધિસાગરસૂરી દ્વારા ઇસવીસન ૧૯૧૭ (માગશર સુદ ૬, વિક્રમ સંવત ૧૯૭૪)માં કરવામાં આવી હતી.

ત્યાં બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ છે.

આ મંદિરના મૂળનાયક પદ્મપ્રભની ૨૨ ઇંચની આરસની મૂર્તિ છે.

રક્ષક દેવતા, ઘંટાકર્ણ મહાવીરને સમર્પિત એક અલગ મંદિર છે.

ગુરુ મંદિર, કે જે બુદ્ધિસાગરસૂરિને સમર્પિત છે, તે પછીથી સ્થાપિત થયું.

ઇસવીસન ૧૯૧૬માં વાડીલાલ કાલિદાસ વોરા દ્વારા દાન કરવામાં આવેલી જમીન પર પાયો નંખાયો હતો.

વોરાની સાથે પૂનમચંદ લલ્લુભાઇ શાહ, કંકકુચંદ નરસીદાસ મહેતા અને હિંમતલાલ હકમચંદ મહેતા મંદિરના સંચાલન માટે સ્થાપિત ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા.