આ માટે એક પેનમાં ટામેટાં નાખો અને તેને બાફો. હવે તેમાં ડુંગળી, લસણ અને તજ ઉમેરો. પછી પાણી ઉમેરો.
હવે પેનને ઢાંકી દો અને ટામેટાંને ઉકળવા દો. 5થી 7 મિનિટ પછી તેને ઠંડુ થવા દો અને તેને પીસીને પ્યુરી બનાવી લો.
તેમાં ડુંગળી, લસણ નાખો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પ્યૂરી મિક્સ કરો. પ્યુરી અડધી ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દો.
પછી તેમાં પાસ્તા ઉમેરો. જ્યારે પાસ્તા સારી રીતે ઉકળી જાય ત્યારે તેનું પાણી કાઢી લો
પાસ્તા સારી રીતે તૈયાર થઇ જાય એટલે તેને તૈયાર કરવામાં આવેલા રેડ સોસમાં સારી રીતે મિક્સ કરો. હવે નાસ્તા માટે તમારા પાસ્તા તૈયાર છે.