દિવાળીમાં ઘરે બેઠા બનાવો રંગબેરંગી દીવા

ગ્રીન પેંટ દીવા : આ દીવા લીલા કલરથી રંગેવાના હોય છે. તમે ઇચ્છો તો બીજા કલરથી તેના પર ડિઝાઇન પણ બનાવી શકો છો.

પ્લેન દીવા

જો તમે તમારા પુજાના રૂમને સાદો રાખવા માંગતા હોવ તો તમે પ્લેન દીવાનો ઉપયોગ કરી શકો છો.

ગણેશ દીવા

આ થોડા ભુરા રંગના દીવા હોય છે. આ દીવા એટલા માટે સુંદર દેખાતા હોય છે કારણ કે તેના પર ખુદ ગણેશજી વિરાજમાન છે.

પંચ દીવા

આ દીવામાં તમે પાંચ દીવેલ મુકી શકો છો. આ દીવાનો ઉપયોગ તમે સુશોભનમાં સેન્ટમાં મુકી શકો છો.

રંગોળી સ્પેશ્યલ દીવા

તમે ઘરમાં બનાવેલ રંગોળીમાં આ દીવાનો ઉપયોગ કરી શકો છો.

પોટ દીવા

આ વિવિધ રંગોવાળા પોટ શેપવાળા દીવા છે જેમાં મીણ ભરેલું હોય છે.

સ્વસ્તિક દીવા

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું ખુબ મહત્વ છે, જો તમને આવા દીવા બજારમાં દેખાય તો લેવાનું ભુલશો નહી.

પેઇંટ દીવા

જો તમારી પાસે કલર હોય તો તેનાથી દીવાનો રંગવાનું ભુલશો નહી. આ પ્રકારના દીવા રંગોળીની સજાવટ માટે ખુબ ઉપયોગી છે.