ઠંડીમાં આ રીતે ઘરે બનાવો મકાઇની રોટલી,

તૂટ્યા વિના એકદમ પરફેક્ટ ગોળ બનશે

મકાઇની રોટલીની રેસીપી

મકાઈની રોટલી બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મકાઈ અને ઘઉંના લોટને ચાળી લો.

હવે લોટમાં લીલા ધાણા, અજમો, મીઠું અને તેલ ઉમેરીને મિક્સ કરો.

હવે તેને નવશેકા પાણી વડે ભેળવીને નરમ કણક તૈયાર કરો.

કણક બાંધ્યા પછી તેને તમારી હથેળીથી 5 મિનિટ સુધી મસળી લો.

હવે લોટને લગભગ 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો

હવે તમારા હાથ પર થોડું ઘી લગાવો

અને રોટલી બનાવવા માટે એક લુવો લો.

લુવાપર થોડો લોટ લગાવો

અને આંગળીઓ અને હથેળીની મદદથી તેને રોટલીનો આકાર આપો.

હવે રોટલીને તવા પર મૂકીને શેકી લો.

ગરમાગરમ રોટલી તૈયાર છે.

આ છે મકાઇની રોટલી બનાવવાની સિંપલ ટ્રિક.

જેને તમે ઘરે જ આ રોટલીને બનાવીને ખાઇ શકો છો.