તમારા નખને સુંદર, મજબૂત અને મોટા બનાવો..

દરેક વ્યકિતને પોતાને સુંદર દેખાડવાનો શોખ હોય છે તો હવે નખને ઉગાડો વધુ ઝડપથી તે પણ ઘરના ઉપચારોથી…

લીંબુ ટુકડા

એક લીંબુ તેના નાના-નાના ટુકડા કરી તેની માલીશ નખ પર કરો ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો જેથી તમારા નખ વધુ મજબૂત થસે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી કે જેનાથી શરીર ને પૂરતા પ્રમાણ મા કેલ્શિયમ મળી રેહતું હોય તેનું સેવન કરવાથી નખ મજબુત બને છે

લસણ

નખ માટે એક લસણ ની કળી ને હાથ ના નખ ઉપર દસ મિનીટ સુધી ઘસ્યા બાદ હાથ ને સાબુ થી ધોઈ લેવા ત્યારબાદ ક્રીમ હાથ પર લગાવી લેવી.

ટમેટા નો રસ

અડધી વાટકી ટમેટા નો રસ લઇ તેમાં બે ચમચી જેતુન નું તેલ ઉમેરી સારી રીતે ભેળવી લો અને તમારા નખ ને આ મિશ્રણ મા પંદર મિનીટ સુધી ડુબાડી રાખો

સંતરા નો રસ

એક વાટકી મા સંતરા નો રસ કાઢી તેમાં હાથ ને પંદર થી વીસ મિનીટ સુધી ડુબાડી રાખો અને ત્યારબાદ નવશેકા પાણી થી હાથ ધોઈ લેવા અને તેમાં ક્રીમ લગાવી લેવી