શરદી-ખાંસીને ભગાડતો મન્ચુરીયન સૂપ, નોંધી લો Recipe

બાળકો ઘણી વખત ચાઈનીઝ અને ફાસ્ટફૂડ ખાવાની જીદ કરતા હોય છે.

પણ ચોખ્ખાઈ ન હોવાને કારણે પેરેન્ટ્સ બાળકોની જીદ નથી માનતા

ત્યારે આજે ખૂશ કરો તમારા બાળકોને આ ગરમા ગરમ મન્ચુરીયન સૂપ બનાવીને..

બનાવવાની રીત:

એક બાઉલમાં થોડું પાણી લઈ, તેમાં ચીલી સોસ, સોયા સોસ, વીનેગર અને કોર્નફલોર મિક્સ કરવું.

એક તપેલીમાં તેલ ગરમ કરી

આદું-લસણની પેસ્ટ નાખી સાંતળો

પછી તેમાં લીલા મરચા, કોબીજ

ગાજર, લીલી ડુંગળી અને કેપ્સીકમ નાંખો

મીડીયમ ફ્લેમ પર 2 મિનિટ સાંતળો

પછી તેમાં વેજીટેબલ સ્ટોક અને 1 કપ પાણી નાંખી ઉકાળો

ઉકળે એટલે તેમાં કોર્નફલોરવાળું પાણી અને મનચ્યુંરીયન ઉમેરો

મિક્સ કરી મીડીયમ ગેસ પર હલાવતા રહો

મીઠું અને મરી પાવડર મિક્સ કરો

સૂપને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો